સવારે હળવો અને હેલ્ધી નાસ્તા ખાવાનું પસંદ હોય તો તમે ખારી કે મીઠી સેવમાંથી યુનિક નાસ્તો બનાવી શકો છો, જેને વર્મીસેલી પણ કહેવામાં આવે છે.
વર્મીસેલી, ડુંગળી, ટમેટા, ગાજર, બટેટા, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, જીરું, મીઠું, તેલ કે ઘી.
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં વર્મીસીલી નાખીને થોડીવાર સાંતળી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠો લીમડો વગેરે નાખીને તેને સાંતળો.
હવે તેમાં મસાલા અને બારીક સમારેલી ડુંગળી અને અન્ય શાકભાજી ઉમેરી તે નરમ થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.
હવે તેમાં મીઠું, હળદર પાવડર, ધાણા પાવડર નાખીને મિક્સ કરો.
જો તમે વર્મીસીલીને વધુ ટેસ્ટી બનાવવા માંગતા હોવ તો તેમાં મેગી મસાલો ઉમેરો.
હેવ તેમાં શેકેલી વર્મીસેલી અને પછી થોડુ પાણી ઉમેરીને પકાવો.
તૈયાર છે મીઠી સેવ કે વર્મીસેલીનો હેલ્ધી નાસ્તો. તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરતી જાગરણ વાંચતા રહો.