પાઉં ભાજીએ ભારતમાં ખૂબ જ ખવાતું સ્ટ્રીટ ફુડ છે, ચાલો આ રેસીપી ઘરે કેવી રીતે બનાવી શકાય.
તેલ, મરચું પાવડર, પાવ ભાજી મસાલો, લાલ મરચું પાવડર, ટામેટાની પ્યુરી, બટર, લીલા ધાણા.
એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને સારી રીતે વઘાર કરી લો.
હવે પ્રેશર કૂકરમાં કોબીજ, લીલા વટાણા, ગાજર અને સમારેલા બટેટા નાખીને 1 કપ પાણી ઉમેરી પકાવો.
હવે તેમાં બીટ, મીઠું, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો અને બટાકાની મેશ ઉમેરો.
હવે તેમાં ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરો અને તેમાં માખણ નાખ્યા પછી તેમાં કોથમીર નાખીને ભાજીને પાકવા લો.
4 મિનિટ સુધી પકાવી તેમાં લીંબુનો રસ, કોથમીર ગાર્નિશ કરો અને એક પાવને વચ્ચેથી કાપીને એક નોન-સ્ટીક તવાને ગરમ કરી બટર લગાવી પાવને પેનમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
તૈયાર છે પાઉ ભાજી તમે ગરમા-ગરમ ડુંગળી, લીલા મરચા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.