Sev Usal Recipe: ટ્રેડિશનલ સેવ ઉસળ બનાવવાની રીત


By Vanraj Dabhi16, Aug 2024 01:54 PMgujaratijagran.com

સેવ ઉસળ

આ એક મસાલેદાર રેસીપી છે, તમને સાતમ આઠમ દરમિયાન ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

સફેદ વટાણા, ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, લાલ મરચું પાવડર, ઉસળ મસાલો અથવા પાવભાજી મસાલો, હળદર, મીઠું, બેસન, તેલ, સેવ, પાવ, લીલી ડુંગળીના પાંદડા.

સ્ટેપ-1

સૌ પ્રથમ મિક્સર જારમાં એક પછી એક સામગ્રી ઉમેરીને ડુંગળ,ટમેટા,આદું-સલણ-મરચાની પેસ્ટ બનાવીને બાઉલમાં એલગ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ટમેટાની પેસ્ટ,મીઠું,મરચું,હળદર,ઉસળનો મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પાણી ઉમેરીને સારી રીતે પકાવીને ગ્રેવી બનાવીને તેમાં બાફેલા વટાણા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક વઘારીયામાં વઘાર તૈયાર કરીને આ મિશ્રણમાં ઉમેરીને સારી રીતે ઉકાળીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી સેવ ઉસળની રેસીપી,તમે ગરમા-ગમર સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Handvo Recipe: ટ્રેડિશનલ હાંડવાની યુનિક રેસીપી નોંધી લો