Gujarati Handvo Recipe: ટ્રેડિશનલ હાંડવાની યુનિક રેસીપી નોંધી લો


By Vanraj Dabhi16, Aug 2024 01:25 PMgujaratijagran.com

હાંડવો

ગુજરાતી સ્ટ્રીટ ફુડમાં ગુજરાતી ટ્રેડિશનલ હાંડવો ખૂબ જ ફેમસ છે, તમે રાંધણ છઠ્ઠ પર આ હાંડવો ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ચોખા, તુવેર દાળ, ચણા દાળ, મગની દાળ, અડદની દાળ, પોહા, દહી, ગાજર, દૂધી, કોથમીર, બાફેલી મકાઈ, લસણ, આદુ-મરચાની પેસ્ટ, તેલ, મીઠું, હીંગ, હળદર, ખાંડ, ઈનો, ધાણાજીરું, મીઠો લીમડો, રાઈ, તલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બધી દાળને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક સુધી પલાળી દો અને જણાવેલ શાકભાજી સમારી લો.

સ્ટેપ-2

હવે પલાળેલી દાળ એક મિક્સર જારમાં નાખી તેમાં લીલી મરચા અને આદુ-લસણ અને કોથમરી ઉમેરીને પીસી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીને એક બાઉલમાં કાઢીને છીણેલા શાકભાજી,કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં દહીં,મીઠું અને બેકિંગ નાખીને મિક્સ કરીને બેટર બનાવી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ,તલ,મીઠો લીમડો નાખીને તૈયાર કરેલ બેટર નાખીને ધીમી આંચ પર ઢાંકીને પકાવો.

સર્વ કરો

હવે હાંડવાને છરી વડે ટુકડા કરીને લીલી ચટણીની સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાર્દિક-જાસ્મિનમાંથી કોણ વધુ અમીર છે, જાણો નેટવર્થ