Moong Dal Puri Recipe: મગ દાળની મસાલા પૂરી બનાવવાની રીત


By Vanraj Dabhi23, Aug 2024 01:26 PMgujaratijagran.com

મગ દાળની મસાલા પુરી

ઘઉંના લોટની મસાલા પુરી તો તમે ટ્રાય કરી હશે આજે અમે તમને મગ દાની મસાલા પુરી બનાવવાની રેસીપી જણાવીશું.

સામગ્રી

પલાળેલી મગદાળ, ઘઉંનો લોટ, પાણી, લીલા મરચા, આદુ, જીરા, અજમો, હળદર પાવડર, મીઠું, કસુરી મેથી, તલ, લાલ મરચાના ટુકડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, આદુ-લીલા મરચાના ટુકડા અને પાણી નાખીને પીસી લો.

સ્ટેપ-2

એક બાઉલમાં વાટેલી મગની દાળ, લીલા મરચા, આદુ, જીરા, અજમો, હળદર પાવડર, મીઠું, કસુરી મેથી, તલ, ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને સારી રીતે લોટ બાંધીને લોટને ઢાંકીને 10 મિનિટ સેટ થવા દો.

સ્ટેપ- 4

હવે તેમાંથી નાના લૂઆ બનાવીને પાટલા પર વેલણની મદદથી ગોળ વણી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પુરીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે મગ દાળની મસાલા પુરી, તમે ગરમા ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khara Shakarpara Recipe: મેંદાના લોટના ખારા શક્કરપારાની રેસીપી