ખમણ એ ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફુડ પૈકીનું એક છે, ઘણા લોકો તેને અલગ અલગ રીતે બનાવતા હોય છે, ચાલો જાણીએ ટમટમ ખમણ બનાવવાની રીત.
ચણાનો લોટ,લીલા મરચા-આદુની પેસ્ટ,મીઠું,હળદર,હિંગ,દહીં,પાણી,તેલ,ENO,ગરમ મસાલો,ચાટ મસાલો,લાલ મરચું પાવડર.
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ચાળી લ્યો અને પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ,દહીં,ખાંડ,હળદર,હિંગ, તેલ અને મીઠું નાખી બધી સામગ્રીને મિક્સ કરી લ્યો.
હવે તેમાં પાણી થોડુ થોડુ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરી તેમાં વચ્ચે કાંઠો મૂકી તેના પર એક થાળીમાં મિશ્રણ નાખીને કડાઈમાં મૂકો.
હવે તમાં ઇનો,પાણી નાખીને બરોબર મિક્સ કરીને 20 મિનિટ પકાવી લો અને થાળીને કાઢીને છરી વડે કાપી લો.
હવે ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ,હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,સંચળ,લીલા મરચા,પાણી નાખી મિક્સ કરીને ખમણ ઉપર નાખીને સર્વ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.