દરેક લોકોને લીલી ચટણી પસંદ હોય છે, તમે ઘરે કોથમીરની ગ્રીન ચટણી બનાવી શકો છો.
કોથમીર, ફુદીનો, લસણ, દહીં,આમચુર પાઉડર, પાલકના પાન, લીલી મરચા, આદુ, ધાણાજીરું, હિંગ, મીઠું, કાળા મરી.
સૌ પ્રથમ કોથમીર,ફુદીના, પાલક, મરચા, આદુને પાણીથી ધોઈને સાફ કરી લો.
હવે બધી સામગ્રીને ઝીણી કાપી લો અને મિક્સર જારમાં નાખો.
હવે તેમાં લસણ, મીઠું, હિંગ અને 1 ચમચી જીરુ નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે તેમાં દહીં અને જરૂર મુજબ પાણી વૈકલ્પિક રીતે ઉમેરીને સ્મુધ પેસ્ટ બનાવી શકો છો.
તૈયાર છે કોથમરીની ટેસ્ટી ચટણી, તમે ઢોકળા, ભેળ, પરાઠા, ચાટ અને સમોસા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.