Dry Fruit Laddu Recipe: ઘરે અજમાવો ડ્રાયફ્રુટ લાડવાની રેસીપી


By Vanraj Dabhi10, Dec 2024 12:59 PMgujaratijagran.com

ડ્રાયફ્રૂટ લાડુ

હેલ્ધી અને આરોગ્ય વર્ધક સ્પેશિયલ રેસીપી જણાવીશું, તમે લાડુ તો ખાધા જ હશે પરંતુ આજે અમે તમને મિક્સ ડ્રાયફ્રુટ લાડુની રેસીપી જણાવીશું.

સામગ્રી

કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કોળાના બીજ, તલ, તરબૂચના બીજ, સૂર્યમુખીના બીજ, ફ્લેક્સસીડ્સ, ગોળ, પાણી.

સ્ટેપ-1

તમામ સમાગ્રીને સમારીને એક પેનમાં નાખીને હળવા શેકી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ગોળ અને પાણી નાખીને ગરમ કરી ચાસણી બનાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં અધ કચરા ક્રશ કરેલા ડ્રાયફ્રુટ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી તેમાં કિસમિસ નાખીને હાથને ઘી થી ગ્રીસ કરી લાડુ વાળી લો.

ગાર્નિશ કરો

ડ્રાયફ્રુટ લાડુને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના પર કાજુ-બદામ અને કિસમિસથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે આપણા મિક્સ ડ્રાયફ્રુટ લાડુ, તમે હેલ્ધી આરોગ્ય વર્ધક લાડુ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ponk Vada Recipe: વિન્ટર સ્પેશિયલ સુરતી પોંક વડાની યુનિક રેસીપી ઘરે ટ્રાય કરો