સુરતના ફેમસ વિન્ટર સ્પેશિયલ પોંક વડાની રેસીપી જો તમે ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.
પોંક, ખમણ, સૂજી, વરિયાળી, ધાણા, કાળા મરી પાવડર, મીઠું, લીલા મરચાં, આદુની પેસ્ટ, કોથમીર.
સૌ પ્રથમ પોંક અને ખમણને ક્રશ કરી એક બાઉલમાં રાખો.
હવે તેમાં લીલા મરચા-આદુની પેસ્ટ, આખા ધાણા-જીરું, કાળ મરી પાઉડર, મીઠું, સોજી, કોથમરી નાખને હાથ વડે મિક્સ કરી લોટ જેમ મસળી લો.
હવે તેમાં પોંક ઉમેરી મિક્સ કરીને મુઠીયા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લો.
તૈયાર છે પોંક વડા તમે લાલા અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.