Chocolate Modak Recipe: ચોકલેટ મોદક બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi29, Aug 2024 04:54 PMgujaratijagran.com

ચોકલેટ મોદક

ગણેશ ચતુર્થી પર ગણેશજીને મોદક અર્પણ કરવામાં આવે છે આ વખતે તમે ગણપતિ બાપાને ચોકલેટના મોદકનો પ્રસાદ આપી શકો છો.

સામગ્રી

ડાર્ક ચૉકલેટ, ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મીલ્ક,બિસ્કિટનો ભુકો, ડ્રાય ફ્રૂટ્સ, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મીલ્ક અને ડાર્ક ચોકલેટનાખીને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં બિસ્કિટ અને મિક્સ માવો ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સતત હલાવતા રહી પકાવો.

સ્ટેપ-3

હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢી અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

સ્ટેપ-4

ઠંડુ થાય એટલે મોદક મોલ્ડમાં ઘી લગાવીને મિશ્રણ મોલ્ડમાં ભરીને મોદક બનાવો.

સર્વ કરો

તૈયાર છે ચોકલેટ મોદક તમે ગણેશજીને અર્પણ કરીને સર્વ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mix Kathol Recipe: મિક્સ કઠોળનું શાક બનાવવાની રીત