Mix Kathol Recipe: મિક્સ કઠોળનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi29, Aug 2024 04:36 PMgujaratijagran.com

મિક્સ કઠોળનું શાક

કઠોળનું શાક દરેક લોકોએ ખાધુ હશે આજે અમે તમને મિક્સ કઠોળનું શાક બનાવવાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

સફેદ ચણા, રાજમા,અળદ,કાળા ચણા,મગ,તેલ,મીઠું, રાઈ-જીરું, લીલું મરચું પાવડર, ટમેટા, હળદર,લીંબુ,ધાણાજીરું,કોથમરી, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં બધા કઠોલને પાણીથી ધોઈને પલાળીને એક પ્રેશર કૂકરમાં બાફી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, લીલુ મરચાની કટકી નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ટમેટા,મીઠું,મરચું પાઉડર,હળદર,ધાણાજીરું વગેરે નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બાફેલા કઠોળ ઉમેરીને મિક્સ કરી પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે મિક્સ કઠોળનું શાક, તેની ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Ladoo Recipe: ચણાની દાળમાંથી બનાવો મોતીચુરના લાડુ