Besan Ladoo Recipe: ચણાની દાળમાંથી બનાવો મોતીચુરના લાડુ


By Vanraj Dabhi29, Aug 2024 02:44 PMgujaratijagran.com

ચણાની દાળના મોતીચૂર

મોતીચુરના લાડુ તો દરેક લોકોએ ખાધા હશે, આજે ચણાની દાળમાંથી યુનિક રીતે લાડુ બનાવીશું.

સામગ્રી

ચણા દાળ, ખાંડ, એલચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને 5 કલાક સુધી પલાળી પછી તેને મિક્સર જારમાં પીસીને લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી તેને ઠંડા કરી પછી તેને મિક્સર જારમાં ફરી પીસી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં તેને ચારણી વડે ચાળી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં પાણી, ખાંડ ઉમેરીને ઓગાળી પછી તેમાં કેસર ઉમેરીને ચાસણી બનાવી લો.

સ્ટેપ-5

હવે તેમાં ચણાની દાળનું મિશ્રણ અને ડ્રાટફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ચણાની દાળના મોતીચૂર તમે આ ગણેશ ચતુર્થી પર ઘરે ટ્રાય કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dabeli Dhokla Recipe: દાબેલી ઢોકળાની યુનિક રેસીપી