ઢોકળા તો બધાએ ખાધા જ હશે, આજે અમે તમને દાબેલી ઢોકળાની યુનિક રેસીપી જણાવીશું.
કોથમીર, વરિયાળી, જીરા, લાલ મરચું, કાળા મરી, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, આમલી, તલ, સૂકું નારિયેળ, ખાંડ, આમચૂરણ, તેલ, મસાલા સિંગ, મીઠું, ધાણાજીરું, હિંગ, હળદર, ગરમ મસાલો, બટાકા, આદુ, લીલા મરચા, લીંબુનો રસ, લસણ, સોજી, દહીં, પાણી, ઈનો, ફ્રુટ સોલ્ટ.
સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું,તેલ,ઈનો ઉમેરીને મિક્સ કરી પછી ઢોકળીયામાં સેટ કરીને સ્ટીમ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચું,દાબેલીનું મિશ્રણ,બાફેલા બટેકા ઉમેરીને મેશ કરી તેમાં આમલી,મીઠું મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી લો.
હવે ઢોકળાના છરી વડે બે ભાગ કરી દાબેલીની જેમ તૈયાર કરે મસાલો ભરીને ચટણી વડે ગાર્નિશ કરો.
તૈયાર છે દાબેલી ઢોકળાની ટેસ્ટી રેસીપી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.