By Rakesh Shukla21, Dec 2022 06:59 PMgujaratijagran.com
ઘણીવાર સાંજના સમયે પકોડા ખાવાનું મન થાય છે અને ઘરમાં બેસન હોતું નથી. તેવામાં પકોડા ખાવાની ઇચ્છા મનમાંજ રહી જાય છે, પરંતુ હવે એવું નહીં થાય. બેસન વગર પણ તમે આ વસ્તુઓથી ટેસ્ટી પકોડા બનાવી શકો છો.&
જો તમારા ઘરમાં બેસન નથી તો ચોખાના લોટમાંથી ટેસ્ટી અને ક્રિસ્પી પકોડા બનાવી શકો છો. આ ઉપરાંત ચોખાને પાણીમાં પલાળીને પીસીને પણ તમે બનાવી શકો છો.&
મંગની દાળને પાણીમાં પલાળીને પીસી નાંખો અને જે લોટ તૈયાર થાય તેનાથી તમ બેસન કરતા પણ ટેસ્ટી પકોડા બનાવી શકો છો.&
વ્રત દરમિયાન સિંઘાડાના લોટમાંથી પકોડા બનાવી શકો છો.&
ઘરમાં અળદની દાળ હોય તો તેમાંથી પણ ટેસ્ટી પકોડા બનાવી શકાય છે અને ચા સાથે તેનો આનંદ માણી શકાય છે.&
તમારા ઘરમાં સોજી હોય તો તેમાંથી પણ તમે પકોડા બનાવી શકો છો. તેમાં થોડો ચોખાનો લોટ ભેળવો અને પકોડાની રેસેપી તૈયાર થઇ જશે.&
ઘંઉના લોટમાંથી પણ તમે પકોડા બનાવી શકો છો. તેમાં થોડો ચોખાનો લોટ અને સોજી ભેળવવાનો રહેશે.&
ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો અને મિક્સરમાં સારી રીત પીસીને લોટ તૈયાર કરીને પણ તમે પકોડા બનાવી શકો છો.&
For More Stories like this:Click here
Urvashi Rautelaના વેસ્ટર્ન ડ્રેસ પાર્ટી માટે એકદમ પરફેક્ટ