Makai Handvo: લીલી મકાઈનો હાંડવો બનાવાની રેસીપી


By Vanraj Dabhi13, Sep 2024 03:21 PMgujaratijagran.com

લીલી મકાઈનો હાંડવો

હાંડવો તમે ખાધો જ હશે, પરંતુ આજે અમે તમને મકાઈનો હાંડવો બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

ચોખાનો લોટ, બેસન, રવો, ખાટું દહીં, મકાઈનો લોટ, ગાજર, કેપ્સીકમ, કોથમીર, લીલા મરચા, આદુ, લસણ, મીઠું, હળદર, હિંગ, બેકિંગ સોડા, લીંબુનો રસ, તેલ, રાઈ, જીરું, તલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા, ચણાનો લોટ, રવો અને દહીં ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે લીલી મકાઈના દાણા કાઢી એક મિક્સર જારમાં લીલા મરચા ઉમેરીને ગ્રાઈન્ડ કરી બેટરમાં ઉમેરો.

સ્ટેપ-3

હવે બેટરમાં હળદર, મીઠું, મરચું, હિંગ, ગાજર, ખાંડ, કેપ્સીકમ, કોથમરી નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડો બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું અને સફેદ તલ સાથળી તેમાં બેટર રેડીને ફેલાવી દો.

સ્ટેપ-6

હવે હાંડવાની ઉપર તલ છાંટીને બંને બાજુ સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે લીલી મકાઈ હાંડવાની યુનિક રેસીપી, તમે મનપસંદ ચટણી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર રજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કેપ્સીકમનું શાક બનાવવાની રીત