શિયાળામાં આ રેસીપી લોકોને ખૂબ પસંદ હોય છે, આજે અમે તમને કાઠીયાવાડી ટ્રેડિશનલ લીલી તુવેર ટોઠાની રેસીપી જણાવીશું.
લીલી તુવેરના દાણા, લીલુ લસણ, રાય, જીરુ, હળદર, હીંગ, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાવડર, સૂકા લાલ મરચા, તેલ, મીઠું, સમારેલી ડુંગળી, આદુ, લસણ-ટમેટાની પ્યુરી, કોથમરી વગેરે.
સૌ પ્રથમ એક વાસણમાં તવેરના દાણા ફોલીને ગરમ પાણીમાં બાફી લેશું.
હવે એક તપેલામાં તેલ ગરમ કરીને બધા મસાલા નાખીને વઘાર કરી લેશું.
હવે તેમા સમારેલી ડુંગળી નાખીને સાંતળી અને લસણ-ટમેટાની પ્યુરી ઉમેરો.
થોડીવાર પકાવીને તેમાં મરચુ,મીઠું,હળદર,ધાણાજીરુ વગેરે મસાલા ઉમેરો.
સારી રીતે મિક્સ કરીને તેમાં બાફેલી તુવેર ઉમેરો અને 5 મિનિટ સુધી પકાવો.
હવે તેમાં લીલુ લસણ અને કોથમરી ગાર્નિશ કરીને વરાળમાં પકાવો.
તૈયાર કાઠીયાવાડી લીલી તુવેર ટોઠા રેસીપી, તમે તેને બાજરાના રોટલા,રોટલી બ્રેડ વગેરે સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.