મંચુરિયન તો તમે દરેક લોકોએ ખાધા જ હશે પરંતુ જૈન પર્યુષણ 2024 દરમિયાન તમે જૈન વેજ મંચુરિયન રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો, આજે અમે તમને વેજ જૈન મંચુરિયનની યુનિક રેસીપી જણાવીશું.
કોબીજ, ફણસી, કેપ્સિકમ, લીલા મરચા, લાલ મરચું પાવડર, મેંદો.
તેલ, કેપ્સિકમ, જૈન શેઝવાન સોસ, લાલ મરચાની ચટણી, ટમેટાની ચટણી, વિનેગર.
સૌ પ્રથમ એક બાઉલમાં બારીક સમારેલી કોબીજ, ફણસી અને કેપ્સિકમ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં કોર્નફ્લોર, મેંદો, મીઠું અને લાલ મરચાની ચટણી ઉમેરીને લોટ જેવું મિશ્રણ બનાવી લો.
હવે આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને સ્મુધ બનાવી નાના નાના બોલ તૈયાર કરી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક પ્લેટમાં કાઢી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કેપ્સીકમ નાખીને થોડીવાર સાંતળી પછી તેમાં જૈન શેઝવાન સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, જૈન ટોમેટો સોસ અને વિનેગર ઉમેરીને મિક્સ કરી લો.
હવે ગ્રેવીમાં તળેલા મંચુરિયન બોલ્સ ઉમેરીને ટૉસ કરીને ચટણી સાથે સારી રીતે કોટેડ કરી લો
તૈયાર છે વેજ જૈન મંચુરિયન તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.