ઢોસાના ખાટા બેટરને ઠીક કરવાની રીત


By Vanraj Dabhi05, Sep 2024 03:14 PMgujaratijagran.com

ઢોસાનું ખાટું બેટર ઠીક કરો

સાઉથ ઈન્ડિયન ફૂડમાં ઢોસાને સાંભાર અને નારિયેળની ચટણી સાથે ખૂબ ખાવામાં આવે છે. ઘણી વાર ઢોસાનું ખીરું થોડા સમય પછી ખાટું થઈ જાય છે. આ ખટાશને દૂર કરવા માટે કેટલીક પદ્ધતિઓ અમે તમને જણાવીશું.

નાળિયેર પાવડર ઉમેરો

ઢોસાના ખાટા બેટરમાં નારિયેળ પાઉડર કે નારિયેળનું દૂધ મિક્સ કરીને નોર્મલ બેટર બનાવી શકાય છે.

ગોળ નાખો

ઢોસાના ખાટા બેટરમાં ગોળ કે ખાંડ નાખીને મિક્સ કરીને નોર્મલ બેટર બનાવી શકાય છે.

ચોખાનો લોટ મિક્સ કરો

બેટરમાં થોડો ચોખાનો લોટ ઉમેરીને ખાટાશ ઘટાડી શકાય છે.

સોજી મિક્સ કરો

ઢોસાના ખાટા બેટરમાં સોજી મિક્સ કરીને તેની ખટાશ ઓછી કરી શકાય છે.

આદુ લીલા મરચાની પેસ્ટ

આદુ અને લીલા મરચાની પેસ્ટ ઢોસાના બેટરમાં મિક્સ કરીને ખટાશ દૂર કરી શકાય છે.

ફ્રેશ બેટર મિક્સ કરો

જો બેટર ખૂબ ખાટું થઈ ગયું હોય તો તેમાં ફ્રેશ બેટર ઉમેરીને નોર્મલ કરી શકાય છે.

ઠંડુ પાણી ઉમેરો

બેટર બનાવવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ બેટરને એકદમ સ્મૂધ અને ક્રીમી બનાવે છે. આ ઉપરાંત તે બેટરની ખટાશને પણ દૂર કરે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Teachers Day 2024: ટીચર્સ ડે પર તમારા ટીચરને આ બેસ્ટ ગિફ્ટ આપી શકો છો?