નાસ્તામાં બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ દૂધીના પરાઠા


By Vanraj Dabhi07, Jul 2025 05:37 PMgujaratijagran.com

દૂધીના પરાઠા

સવારે કે સાંજે નાસ્તામાં કંઈક હળવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો તમે દૂધીના પરાઠા એક પરફેક્ટ વિકલ્પ છે.

સામગ્રી

દૂધી, ડુંગળી, હિંગ, અજમા, જીરું, મીઠું, લીલા મરચાં, લીલા ધાણા, તેલ, લોટ.

સ્ટેપ-1

સૌપ્રથમ દૂધીને ધોઈ અને પછી છાલ ઉતારીનેને છીણીને એક સુતરાઉ કાપડ કે ચાળણીમાં નાખો અને તેનું પાણી નિચોવી લો.

સ્ટેપ-2

હવે એક પ્લેટમાં લોટ, મીઠું, અજમા અને હિંગ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

લોટમાં દૂધીનું છીણ, ડુંગળી કાપીને લોટમાં ઉમેરો. હવે લીલા મરચાં અને કોથમીર કાપીને લોટમાં નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો અને એક તવાને ગરમ કરી 1 ચમચી ઘી લગાવો.

સ્ટેપ-5

હવે પરાઠાને તવા પર મૂકીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી સારી રીતે શેકો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના પરાઠા તમે તેને ચા, ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

હ્રદયના દર્દીઓ માટે સ્પેશિયલ ખમણ ઢોકળા બનાવવાની રીત