ઘઉંના લોટની અને સત્તુના લોટની સુખડી તો તમે ખાધી હશે, આજે અમે તમને ડ્રાયફ્રૂટ વાળી સુખડી બનાવવાની રેસીપી જણાવીશું.
કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, સીંગ દાણા, કેસર, ઘી, ગોળ, ઇલાયચી પાઉડર.
સૌ પ્રથમ સીંગદાણા શેકીને તેના ફોતરા ઉતારી તેને ખાંડીને ભુકો કરી લો બધા ડ્રાયફ્રૂટ્સને પણ મિક્સરમાં પીસી લો.
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગળી પછી બે ચમચી દૂધ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ, સીંગદાણાનો ભુકો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
થોડીવાર પકાવી પછી તેમાં ઈલાયચી પાઉડર અને કેસર નાખી મિક્સ કરી લો.
હવે એક થાળીને ઘી વડે ગ્રીસ કરી તેમાં મિશ્રણ કાઢી ફેલાવીને થોડીવાર ઠંડુ થાય એટલે ચોસલા પાડી લો.
તૈયાર છે ડ્રાયફ્રુટ સુખડી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.