શિયાળામાં ચટપટુ શાક ખાવાનું મન થાય તો તમે રસા વગરનું ફ્લાવર વટાણાનું શાક ઘરે ટ્રાય કરી શકો છો.
ફ્લાવર, લીલા વટાણા, મીઠું, જીરું, આખા મસાલા, ટામેટાની પેસ્ટ, લીલા મરચા, આદુ, લાલ મરચું પાઉડર, હિંગ, હળદર, ગરમ મસાલો, તેલ, કસૂરીમેથી.
સૌ પ્રથમ ફ્લાવરને સાફ કરી તેના ટુકડા કરીને મિક્સર જારમાં ક્રશ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આખા મસાલા, હિંગ, લીલા વટાણા નાખીને સાંતળી લો.
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, ફ્લાવર, ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે સારી રીતે પકાવી તેમાં ગરમ મસાલો અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે સૂકુ ફ્લાવરનું શાક, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.