Surti Undhiyu: ઘરે ટ્રાય કરો પરફેક્ટ સુરતી ઊંધિયું


By Vanraj Dabhi30, Dec 2024 02:41 PMgujaratijagran.com

સુરતી ઊંધિયું

આ મિક્સ સબ્જી અને સ્પાઈસી મસાલા સાથે બનાવવામાં આવે છે, જે ખાસ જેવા કે ઉત્તરાયણ દિવાળી જેવા તહેવારો પર બનાવવામાં આવે છે.

સામગ્રી

બટાકા, રીંગણા, સુરતી પાપડી, લીલા વટાણા, લીલી તુવેર-વટાણા, કોબી, ફલાવર, ગુવાર વાલોળ, શક્કરીયા, ગાજર, બીટ, કાજુ-કિસમિસ, ટામેટાં, લીલા મરચા, લાલ મરચું પાવડર, ધાણાજીરુ, હળદર, ખાંડ, રાઈ, હિંગ, તેલ, ઘઉં-ચણાનો લોટ, મેથીના પાન, ખાવાનો સોડા, લીંબુનો રસ, મીઠું, કોથમીર, છીણેલું નારિયેળ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ,ઘઉંનો જાડો લોટ,મેથીની ભાજી અને મીઠું-મરચું-હળદર-ધાણાજીરું,દહીં ગરમ મસાલો નાખી લોટ બાંધી નાની મુઠડી બનાવીને તેલમાં ગુલાબી તળી લો.

સ્ટેપ- 2

હવે બધાં શાકને ધોઈ સમારીને તેમાં મસાલો ભરી લો.

સ્ટેપ- 3

હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ,લસણ,રાઈ-જીરું નાખી ટામેટાં નાખીને બધાં શાક ઉમેરીને હલાવો.

સ્ટેપ- 4

લાસ્ટમાં મરચું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું નાખી મેથીની મુઠડી નાખી જરૂર પુરતું પાણી નાખીને ચાર સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5

તૈયાર છે સુરતી ઉંધિયું, દાડમનાં દાણા કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તમે પુરી,રોટલી,ચાપડી વગેરે સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Muthiya Recipe: હોમ મેઈટ પરફેક્ટ દૂધીના મુઠીયાની રેસીપી