મુઠીયા ઘણી રીતે બનાવી શકાય છે, આજે અમે તમને દૂધીના મુઠીયા બનાવવાની રીત જણાવીશું.
દુધી, મેથી, કોથમરી, લસણ, લીલા મરચા, મીઠું, ખાંડ, લાલ મરચુ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, સફેદ તલ, અજમો, લીંબુ, ચણાનો લોટ, ઘઉનો લોટ, બાજરાનો લોટ, જુવારનો લોટ, રાઈ, મીઠું, તેલ.
સૌ પ્રથમ દુધીની છાલ ઉતારીને ખમણી લો.
હવે એક બાઉલમાં ખમણેલી દૂધી, સમારેલી મેથી, કોથમરી, લસણની પેસ્ટ વગેરે સામગ્રી ઉમેરીને બધું મિક્સ કરી લો.
હવે તેમા ચણાનો લોટ, ઘઉંનો લોટ,થોડો બાજરી અને જુવારનો લોટ ઉમેરીને મિક્સ કરીને તેમાં પાણી નાખીને સારી રીતે લોટ બાંધી લો.
હવે હાથમાં તેલ લગાવી લોટમાંથી મુઠીયા વાળીને પછી ઢોકળીમાં આ મુઠીયાને બાફી લો.
હવે આ મુઠીયાના ટુકડા કરી તેને કડાઈમાં રાઈ, જીરુ, મીઠો લીમડો, સફેદ તલ ઉમેરી મુઠીયાના ટુકડા ઉમેરી વઘારી લો.
તૈયાર છે દૂધીના મુઠીયા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.