ચોમાસામાં ગામડામાં ખેતરના શેઢે ફાંજના વેલા જોવા મળતા હોય છે. તમે આ વેલાના પાનમાંથી યુનિક રેસીપી બનાવી શકો છો.
ફાંગના મુઠીયા એકદમ ટેસ્ટી અને સ્વાદીષ્ટ લાગે છે. આજે આમે તમને ફાંગના મુઠીયાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ફાંગના પાન, બાજરીનો લોટ, તેલ, રાઇ, તલ, અજમો, વરિયાળી, લવિંગ, લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર પાઉડર, મીઠું, ધાણા જીરું, લીંબુનો રસ, પાણી, ખાંડ.
પ્રથમ ફાંગના પાનને ઝીણા સમારીને પાણીથી સારી ધોઇ લો.
હવે એક કથરોટમાં બાજરીનો લોટ, અજમો, લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર પાઉડર, મીઠું, ધાણા જીરું અને પાણી નાખીને લોટ બાંધી લો.
આ લોટના લાંબા રોલ બનાવો અને પછી ગેસ પર ઢોકળીયું મુકીને તેમાં આ રોલ મુકો. તેને સારી રીતે બફીને પછી તેના નાના-નાના કટકા કરી લો.
આ પછી એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં તલ, જીરું, વરિયાળી, લવિંગ અને રાઇ નાખી સાંતળવા પછી તેમાં ફાંગના મુઠીયા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
તૈયાર છે ફાંગના મુઠીયા તમે તેની ઉપર લીબુંનો રસ અને થોડી ખાંડ ઉમેરીને દહીં, સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો.