દરેક વ્યક્તિને મેક્રોની ખાવાનું પસંદ કરતા હોય છે. આજે આપણે ચીઝ મેકરોની બનાવવાની રેસીપી જાણીશું.
મેક્રોની, માખણ, ડુંગળી, લસણની પેસ્ટ, ચીઝ, પાસ્તા સોસ, મેંદો કે મકાઈનો લોટ, દૂધ, કાળા મરી પાવડર, મીઠું.
સૌ પ્રથમ મેક્રોનીને પાણીમાં ઉકાળો અને તેને બાઉલમાં કાઢી લો.
હવે એક કઢાઈમાં બટર ઓગાળી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને થોડીવાર સાંતળો.
એક બાઉલમાં મકાઈનો લોટ અને પાણી ઉમેરીને મિક્સ કરો. ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ન બને.
હવે તેમાં દૂધ ઉમેરીને મિક્સ કરી મલાઈ જેવું થઈ જાય ત્યારે સુધી ફ્રાય કરી મેક્રોની સાથે મિક્સ કરો.
હવે ઉપર ચીઝ, ટામેટાની ચટણી, પાસ્તા સોસ, કાળા મરી પાવડર વગેરે નાખીને મિક્સ કરો.
તૈયાર છે મેક્રોની ચીઝ પાસ્તા, હવે ઉપર ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.