Jeera Puri: જીરા પુરીની યુનિક રેસીપી


By Vanraj Dabhi12, Sep 2024 12:59 PMgujaratijagran.com

જીરા પુરી

ઘણા લોકો નાસ્તામાં અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે બ્રેક ફાસ્ટમાં જીરા પુરી ઘરે બનાવી શકો છો.

સામગ્રી

મેંદાનો લોટ, ઘઉંનો લોટ, તેલ, જીરું, મીઠું, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં અને મેંદાનો લોટ ચાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં જીરું અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-5

લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પુરીઓ વણી લો.

સ્ટેપ-6

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરીઓ તળી લો.

સર્વ કરો

તૈયાર છે જીરા પુરી તમે નાસ્તામાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cheese Corn Paratha: લીલી મકાઈના પરાઠા બનાવવાની યુનિક રેસીપી