Cheese Corn Paratha: લીલી મકાઈના પરાઠા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi12, Sep 2024 12:45 PMgujaratijagran.com

લીલી મકાઈના પરાઠા

દરેક લોકોએ પરાઠા તો ખાધા જ હશે, પરંતુ લીલી મકાઈના પરાઠા નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો આ યુનિક રેસીપી.

સામગ્રી

ઘઉંનો લોટ, મકાઈ, લીલા મરચા,લસણ, તેલ, હિંગ, ઘી, ચિલી ફ્લેક્સ, ઇટાલિયન મસાલા, કોથમીર,લીલું લસણ, મીઠું, કાળા મરી પાઉડર, ઝેરેલા ચીઝ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, તેલ, ચિલી ફ્લેક્સ, સફેદ તલ, કોથમરી ઉમેરીને મિકસ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં થોડુ થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે એક મિક્સ જારમાં મકાઈના દાણા, લસણ, લીલા મરચા ઉમેરીને પીસી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને અધકચરી પીસેલી મકાઈની પેસ્ટ ઉમેરીને સાંતળી તેમાં મોઝરેલા ચીઝ, ચિલી ફ્લેક્સ, મીઠું, મરી પાઉડર, ઇટાલિયન મસાલા વગેરે ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે લોટમાંથી લૂઆ બનાવી પાટલા પર વેલણની મદદથી ગોળ વણી તેની પર તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરીથી વાળીને વણી લો.

સ્ટેપ-6

હવે એક તવા પર બંને સાઈડ તેલ લગાવીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મકાઈના પરાઠા તમે ચટણી કે ટમેટા સોસ સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત