Farali Chikki Recipe: રાજગરાની ચીક્કી બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi07, Sep 2024 06:18 PMgujaratijagran.com

રાજગરાની ચીક્કી

ચીક્કી ઘણી પ્રકારની માર્કેટમાં જોવા મળતી હોય છે, આજે અમે તમને રાજગરાની ચીક્કી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

નાળિયેર તેલ, ગોળ, સેંધા નમક, રાજગરો, લીલી ઈલાયચી પાવડર, બદામ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં નારિયેળનું તેલ ગરમ કરી તેમાં ગોળ અને સેંધા નમક ઉમેરીને ગોળ ઓગળી લો.

સ્ટેપ-2

હવે તેમા રાજગરો અને લીલી ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલ બદામ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણને એક પ્લેટમાં તેલ ગ્રીસ કરી તેમાં કાઢીને તાવીથા વડે ફેલાવી દો.

સ્ટેપ-5

હવે 10 મિનીટ છરી વડે ચોરસ ટુકડા કરી લો.

સર્વ કરો

તૈયાર છો રાજગરાની ચીકી તમે પ્લેટમાંથી કાઢીને સર્વ કરો તેમજ બીજી ચીકીને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગણેશજીને ખૂબ પ્રિય ડ્રાયફ્રુટ મોદક આ રીતે ઘરે બનાવો