ગણપતિ બાપ્પાને પ્રસાદમાં મોદક ખૂબ જ પસંદ છે, તેથી આ ગણેશ ચતુર્થી પર ઘરે બનાવો ડ્રાય ફ્રૂટ્સ મોદકની યુનિક રેસીપી.
ખજૂર, કાજુ,બદામ,પિસ્તા, અખરોટ, નારિયેળ,ખસખસ, કોળાના બીજ, ઘી, સુર્યમુખીના બીજ, કિસમિસ.
સૌ પ્રથમ કાજુ, બદામ, પિસ્તા, અખરોટને એક મિક્સર જારમાં નાખીને ભુકો કરી લો.
હવે એક કડાઈમાં થોડું ઘી ગરમ કરી અને તેમાં ડ્રાય ફ્રૂટ્સના ભૂકો ઉમેરીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને ફરી એક કડાઈમાં ઘી ગરમ કરો.
હવે તેમાં ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર, નાળિયેરની છીણ, ખસખસ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને કિસમિસ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને પકાવો.
હવે આ મિશ્રણને મોદકના મોલ્ડમાં ભરીને મોકદ તૈયાર કરીને બાપ્પાને પ્રસાદ અર્પણ કરો.
બાપ્પાને પ્રસાદ ધરીને તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.