દરેક લોકોએ લચ્છા પરાઠા ખાધા જ હશે પરંતુ આજે અમે તમને તંદુર વગર રેસ્ટોરન્ટ જેવા તંદુરી લચ્છા પરાઠા ઘરે બનાવવાની રીત જણાવીશું.
ઘઉંનો લોટ, લાલ મરચું પાવડર, અજવાઈન, મીઠું, ઘી.
સૌ પ્રથમ એક બાઉલમાં લાલ મરચું પાવડર, અજવાઈન, મીઠું, ઘીનું મોણ ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટને 10 મિનિટ માટે સેટ થવા દો પછી તેમાંથી લૂઆ બનાવી લો.
પાટલા પર લૂઓ રાખી વેલણની મદદથી રોટલી વણી લો તેમાં ઘી અને કોરો ઘઉંનો લોટ ઉપરથી છાંટી ફરી રોટલીને વણીને લચ્છા રોટલી બનાવો.
હવે એક તવા પર મૂકીને એક સાઈડમાં શેકી લો.
હવે બીજી બાજુ ફેરવીને તેની પર ઘી લગાવી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
તૈયાર છે ટ્રેડિશનલ તંદુરી લચ્છા પરાઠા, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.