ગણેશ ચતુર્થી પર ગણેશજીને મોદક અર્પણ કરવામાં આવે છે આ વખતે તમે ગણપતિ બાપાને ચોકલેટના મોદકનો પ્રસાદ આપી શકો છો.
ડાર્ક ચોકલેટ, ફ્રેશ મલાઈ, કન્ડેન્સ્ડ મીલ્ક, બિસ્કિટનો ભુકો, ડ્રાય ફ્રૂટ્સ, ઘી.
સૌ પ્રથમ એક પેનમાં ફ્રેશ મલાઈ, કન્ડેન્સ્ડ મીલ્ક અને ડાર્ક ચોકલેટ નાખીને મિક્સ કરો.
હવે તેમાં બિસ્કિટ અને મિક્સ માવો ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સતત હલાવતા રહી પકાવો.
હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢી અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
ઠંડુ થાય એટલે મોદક મોલ્ડમાં ઘી લગાવીને મિશ્રણ મોલ્ડમાં ભરીને મોદક બનાવો.
તૈયાર છે ચોકલેટ મોદક તમે ગણેશજીને અર્પણ કરીને સર્વ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.