શિયાળામાં ગરમાગરમ આલુ પરાઠા ખાવાની મજા આવે છે. જે બાળકોને પણ પસંદ પડે છે.તમે ઘરે બહાર જેવા ટેસ્ટી આલુ પરાઠા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બટાટા, ડુંગળી, તેલ, બટર, લીલા મરચા, આદુ, લસણ, ઘઉંનો લોટ, મીઠું, જીરું, કાળા મરીનો પાઉડર, લીલી કોથમીર, અજમો, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, પાણી.
બાફેલા બટાકાને મેશ કરી તેમાં સમારેલી ડુંગળી, આદુ, લસણ, મરચાં અને કોથમીર ઉમેરો. હવે તેમાં મીઠું, અજમો, શેકેલું જીરું અને કાળા મરીનો પાવડર ભેળવી મસાલો તૈયાર કરો.
ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધો અને તેને 15-20 મિનિટ રહેવા દો.
લોટના લુવામાં બટાકાનો મસાલો ભરી, હળવા હાથે ગોળ પરાઠું વણી લો.
તવા પર તેલ અથવા બટર લગાવી પરાઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
દહીં, અથાણું કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો