કાજુ કતરીના સ્વાદ અને જલેબીના સુંદર આકારવાળી આ પ્રીમિયમ મીઠાઈ ગણતરીની મિનિટોમાં ઘરે તૈયાર કરો.
કાજુ 2 કપ, ખાંડ 1 કપ, પાણી 1/2 કપ, ઈલાયચી પાવડર 1/2 ચમચી, ઘી 1ચમચી, કેસરી ફૂડ કલર એક ચપટી, પિસ્તા/ચાંદીનું વરખ સજાવટ માટે,દૂધ .
કાજુને મિક્સરમાં ક્રશ કરી બારીક પાવડર બનાવી ચાળી લો.
પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરી અડધા તારની ચીકણી ચાસણી બનાવો.
ચાસણીમાં કાજુનો પાવડર અને થોડો કેસરી રંગ ઉમેરી બરાબર મિક્સ કરો.
મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે ઉતારી લો અને સહેજ ઠંડુ થાય એટલે મસળીને નરમ લોટ બાંધો.
લોટમાંથી પાતળી લાંબી સ્ટીક બનાવી તેને ગોળ ફેરવી જલેબીનો આકાર આપો.
તૈયાર કાજુ જલેબી પર ચાંદીનું વરખ કે પિસ્તા લગાવી સર્વ કરો.