શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેમાં મોટાભાગના હિન્દુઓ ભગવાન શિવની પૂજા કરવા માટે સોમવારે ઉપવાસ રાખે છે, અમે તમારા માટે કેળાના હલવાની એક સરળ રેસીપી લાવ્યા છીએ, જેને તમે ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકો છો.
કેળા, ખાંડ, એલચી પાવડર, નારિયેળ પાવડર, ડ્રાયફ્ટ્સ, ઘી.
સૌ પ્રથમ કેળાને ફોલી ત્યારબાદ, તેને છરી વડે નાના ટુકડા કરી લો અને બાજુ પર રાખો.
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં બધા ડ્રાયફ્રૂટસ નાખો અને તેને હળવા હાથે તળી લો અને બહાર કાઢો.
હવે ફરીથી કડાઈમાં થોડું ઘી ગરમ કરીને તેમાં સમારેલા કેળા અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં નારિયેળ પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરો, તૈયાર છે કેળાનો હલવો તમે ઉપવાસમાં સર્વ કરી શકો છો.