વરસાદી ઋતુમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મકાઈના પકોડા


By Vanraj Dabhi26, Jun 2025 12:01 PMgujaratijagran.com

મકાઈના પકોડા

વરસાદની ઋતુમાં દરેક લોકો વિવિધ પ્રકારના પકોડા ખાવાનું મન થતું હોય છે. આજે આપણે મકાઈના પકોડા બનાવીશું.

સામગ્રી

મકાઈ, મીઠું, મરચાં, ધાણાના પાન, કેપ્સિકમ, ડુંગળી, લાલ મરચું પાવડર, આદુ-લસણની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, ચણાનો લોટ, પાલક.

સ્ટેપ-1

સૌ પ્રથમ મકાઈને ધોઈ લો અને છરી વડે મકાઈને છીણી લો.

સ્ટેપ-2

હવે બધી શાકભાજી ધોઈને બારીક સમારી એક બાઉલમાં રાખો.

સ્ટેપ-3

બધી શાકભાજી ભેગી કરી તેમાં મકાઈ પણ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, મીઠું, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને આ બધી વસ્તુઓ મિક્સ કરો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં નાના પકોડા મૂકીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે મકાઈના પકોડા, તમે ચા અને ચટણી સાથે ચોમાસામાં તેનો આનંદ માણો.

Gujarati Khandvi: ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવી રેસીપી