ખાંડવી દરેક લોકોએ ખાધી હશે, તમે સાતમ આઠમના તહેવાર પર ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવી બનાવવા માટે આ રેસીપી નોંધી લો.
ચણાનો લોટ, દહીં,પાણી, હળદર, લાલ મરચું પાવડર, હિંગ,આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, મીઠું, તેલ, રાઈ, મીઠા લીમડાના પાન, સફેદ તલ, કોથમરી, છીણેલું નારિયેળ, દાડમના દાણા.
સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચણાના લોટ,દહીં,હળદર,ખાંડ,પાણી અને મીઠું ઉમેરીને પછી તેને બ્લેન્ડર વડે મિક્સ કરી લો.
હવે તેમાં આદુ-મરચા પેસ્ટ ઉમેરીને મિક્સ કરો અને ગેસ પર તવો મૂકો.
હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહીને પકાવીને એક પ્લેટમાં તેલ લગાવીને મિશ્રણને પ્લેટમાં નાખો અને ફેલાવીને ઠંડું થાય પછી છરી વડે પાતળી ખાંડવીને રોલ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,મીઠા લીમડાના પાન,સફેદ તલને સાંતળીને ખાંડવી પર રેડો.
તૈયાર છે સ્વાદિષ્ટ ખાંડવી છે તમે બારીક સમારેલી કોથમીર અને દાડમના દાણા ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.