સમોસા એ ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફુડ નાસ્તામાં દરેક વયના લોકોને ખાવું પસંદ હોય છે.
ઘઉંનો લોટ, મેંદો, બાફેલા બટાકા, લીલા વટાણાના દાણા, આમચૂર પાઉડર, લીલા મરચા, મીઠું સ્વાદ અનુસાર, ઘી, અજમો, ડુંગળી, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, લીલી કોથમીર, તેલ, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, અજમો, ઘી અને મીંઠું લો. હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. ગરમ પાણી વડે લોટ બાંધો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.
હવે એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા, બટાકા, મીઠું અને પાણી નાખીને બાફી લો. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો.
હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમા ડુંગળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરીને સાંતળી લો. બાફેલા બટાકા, લીલા વટાણા મિક્સ કરી તેમાં બધા મસાલા અને મીઠું નાખો.
હવે લોટ માંથી નાના-નાના લૂઆ બનાવીને તેને રોટલી જેમ વણી વચ્ચે થી બે ભાગ કરી લો. રોટલીમાંથી સમોસા જેમ આકાર આપો અને વચ્ચે બટાકાનો મસાલો ભરો.
હવે એક કડાઇમાં તેલ ગરમ કરી સમોસાને ક્રિસ્પી તળી લો.
તૈયાર છે સમોસા તમે ગ્રીન અને રેડ ચટણી કે ચા સાથે સમોસા સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.