શિયાળામાં ચા સાથે કૂરકૂરા ભજીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. આજે અમે તમને પાલકનાં ભજીયા બનાવની રેસીપી જાણાવીશું.
પાલક, ચણાનો લોટ, હળદર, ચોખાનો લોટ, આદુ-લસણની પેસ્ટ, અજમો, ચાટ મસાલો, લીલા મરચા, મીઠું, તેલ.
સૌ પ્રથમ પાલકને સારી રીતે ધોઈને તેના ઝીણું સમારી લો.
હવે એક બાઉલમાં બેસન અને પાલક અને જણાવેલ બધી વસ્તુઓને મીક્સ કરી પછી થોડું થોડું પાણી રેડીને બેટર બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં ભજીયા નાખીને તળી લો.
હલકા બ્રાઉન ના થઈ જાય ત્યાંસુધી ફ્રાય કરી પછી ભજીયાને એક પ્લેટમાં કાઢી લો.
તૈયાર છે પાલકના ભજીયા ગરમા ગરમ પાલકના ભજીયાને લીલી અને લાલ ચટની સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.