રક્ષાબંધન પર વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવતી હોય છે. તેમાંથી એક છે ચણાના લોટની બરફી છે જે તમે ઘરે બનાવી શકો છો.
ચણાનો લોટ, પાણી, ખાંડ, ઘી ,ડ્રાય ફ્રૂટ્સ.
સૌ પ્રથમ ચણાના લોટને ચારણી વડે એક બાઉલમાં ચાળીને તેમાં ઉમેરીને હાથ વડે મિક્સ કરો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ નાખીને બ્રાઉન રંગ અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લો.
હવે એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરીને બે તારની ચાસણી તૈયાર કરો.
ચાસણી તૈયાર થાય પછી ધીમે ધીમે ચણાનો લોટ નાખીને તેને મિક્સ કરી લો
હવે એક થાળીમાં ઘી ગ્રીસ કરી તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરીને ફેલાવો અને મનપસંદ આકારમાં ટુકડા કરી ઉપર ડ્રાય ફ્રુટ્સ ગાર્નિશ કરીને સર્વ કરો.
રક્ષાબંધન પર આ સ્વીટ ડીશ બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.