ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની ટેવ પાડો, સ્વાસ્થ્યમાં થશે ફાયદા
By Kishan Prajapati
2023-03-16, 19:22 IST
gujaratijagran.com
ઘાસ પર ચાલવું
જો વધુ વોકિંગ ના કરો તો સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ફાયદો થઈ શકે છે.
આંખ માટે ફાયદાકારક
દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખનું વિઝન વધશે.
ડાયાબિટીઝ માટે ફાયદાકારક
ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ડાયાબિટિઝ કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સાથે જ શરીરને સંપૂર્ણ ઓક્સિજન મળે છે.
હાઇબીપીમાં ફાયદાકારક
દરરોજ ઘાસ પર ચાલવાથી શરીરના એક્યૂપ્રેશર પોઇન્ટ એક્ટિવ થાય છે અને હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.
એલર્જીની સારવાર
એલર્જીની સમસ્યામાં સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આરમ મળશે. તેનાથી છીંક આવવાની સમસ્યા દૂર થશે.
તણાવ દૂર થશે
નિયમિત રીતે ખુલ્લા પગે ચાલવાથી માનસિક તણાવ દૂર થાય છે.
મગજ શાંત રહેશે
સવારે સૂર્યના કિરણો, લીલું ઘાસ અને ઠંડી હવા મગજને શાંત અને ફ્રેશ રાખશે.
ઘરમાં લગાવો ગુલાબી ફૂલ, બદલાઈ જશે નસીબ
Explore More