દાંત તૂટે તો અપનાવો આ 5 ઉપાયો


By 16, Mar 2023 05:53 PMgujaratijagran.com

યાદ રાખો

દાંત તૂટે તો ભારે દુ:ખ થાય છે. ખાવા-પીવામાં પણ સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં ડેન્ટિસ્ટનો તો સંપર્ક કરવો જ જોઈએ પણ તમારે દાંત તૂટતા શું કરવું જોઈએ તે ચાલો જણાવીએ.

હુફાળા પાણીના કોગળા કરો

દાંત નિકળ્યા પછી હુફાળા પાણીના કોગળા કરો. જેનાથી તમને આરામ મળશે.

બરફ ઘસો

દાંત તૂટ્યા પછી સોજો કે બળતરા થઈ શકે છે. તેનાથી રાહત મેળવવા માટે બરફ ઘસો.

દાંતને સ્પર્શ ન કરો

દાંત તૂટ્યા પછી તે જગ્યાએ હાથથી સ્પર્શ ન કરવો જોઈએ. આવું કરશો તો તે જગ્યાએ બેક્ટરિયા લાગી શકે છે, જેનાથી સંક્રમણ ફેલાઈ શકે છે.

લોહી વહેતું અટકાવો

દાંત તૂટે તો ઘણીવાર લોહી નિકળે છે. કોટન લગાવી ને આ લોહીને વહેતું બંધ કરો.

બ્રશ ન કરો

દાંત તૂટ્યા પછી બધુ બરાબર ન થઈ જાય ત્યા સુધી બ્રશ ન કરવું જોઈએ.

આ જાણકારી તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી જાગરણ વાંચતા રહો

ફેફસામાં પાણી ભરાવાનું કારણ