સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્મનાદથી ભગવાન શિવ પ્રગટ થયા. તેમની સાથે રજ, તમ અને સત ગુણ પણ પ્રગટ તયા, આ ત્રણ ગુણ શિવજીના ત્રણ શૂલ યાની ત્રિશૂલ બન્યા.
ભગવાન શિવને નૃત્ય કરતા ચૌદ વખત ડમરૂ વગાડ્યું. તેની ધ્વનીથી વ્યાકરણ અને સંગીતના ધુન, તાલનો જન્મ થયો. આ રીતે શિવના ડમરૂની ઉત્પતિ થઈ.
પુરાણો અનુસાર નાગોના રાજા વાસુકી ભગવાન શિવના ભક્ત હતા. એટલા માટે તેને શિવના ગળામાં હંમેશા આભૂષણની જેમ રહેવાનું વરદાન મળ્યું.
પ્રજાપતિ દક્ષના શ્રાપથી બચવા માટે ચંદ્રમાએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. ચંદ્રમાની તપસ્યાથી પ્રસન્ન થી શિવજીએ તેના જીવનની રક્ષા કરી અને તેને પોતાના મસ્તક પર ધારણ કર્યા.
માન્યતા એ પણ છે કે ભગવાન શિવ તમામ અસ્ત્ર ચલાવવામાં મહારતી છે. તેમના ધનુષ પિનાકને વિશ્વકર્માએ ઋષિ દધીચિના અસ્થિઓમાંથી તૈયાર કર્યું હતું.