MahaShivratri 2023: આ પાંચ વસ્તુઓ વાસી હોવા છતાં પણ ભગવાનને અર્પણ કરી શકો છો


By 16, Feb 2023 08:00 AMgujaratijagran.com

વાસી બીલીપત્રથી પણ પ્રસન્ન થાય છે ભગવાન શિવ

મહાદેવજીને ખૂબ પ્રિય બીલીપત્ર જો સાથે ના હોય તો અર્પણ કરેલાં બીલીપત્ર ધોઇને ફરીથી શિવલિંગ ઉપર ચઢાવી શકાય છે.

બીલીનું ફળ પણ ચઢાવી શકો છો

બીલીનું ફળ પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. પૂજા કરતાં સમયે બીલી ફળ ના મળે તો અર્પણ કરેલું બીલી ફળ ધોઇને ફરીથી શિવલિંગ ઉપર ચઢાવી શકો છો.

ગંગાજળ વાસી હોય તો પણ પવિત્ર

ગંગાજળ ખૂબ જ પવિત્ર હોય છે, ક્યારેય વાસી કે ખરાબ નથી થતું. વર્ષો જૂનું હોવા છતાં પણ ગંગજળ ક્યારેય ખરાબ નથી થતું.

ક્યારેય વાસી નથી થતું કમળનું ફૂલ

એક જ ફૂલને પાંચ વખત ધોઇને માતા લક્ષ્મીને અર્પણ કરી શકો છો. આમ કરવાથી પણ ધનની દેવી પ્રસન્ન થાય છે.

તુલસીના પત્તા

તુલસીના પત્તા પણ વાસી નથી થતાં. 10 દિવસ સુધી તુલસીના પત્તા ધોઇને પૂજામાં ઉપયોગ લઇ શકાય છે.

Shukra Gochar 2023: શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ્યા, આ રાશિઓને થશે ફાયદો