મહાકુંભની મોનાલિસાની ઉંમર બની ચર્ચાનું કારણ, ડાયરેક્ટરે સાચી ઉંમર અને ફી અંગે કર


By Vanraj Dabhi19, Feb 2025 06:26 PMgujaratijagran.com

મોનાલિસા

મહાકુંભમાં માળા વહેંચતી મોનાલિસા વિશે મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે.

સ્ટાર મોનાલીસા

મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વહેંચીને ઘર પરત ફરેલી મોનાલિસા હવે હિરોઈન બની ગઈ છે. તે દિગ્દર્શક સનોજ મિશ્રાની ફિલ્મમાં કામ કરી રહી છે.

ફિલ્મનું નામ

મોનાલિસાની ફિલ્મનું નામ ધ ડાયરી ઓફ મણિપુર છે. મોનાલિસાએ તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તેમનું પરિવર્તન પણ થયું છે.

મોનાલિસા ક્યાં રહે છે?

સનોજ મિશ્રાએ મીડયાને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મોનાલિસા ઇન્દોરમાં એક બંગલામાં તેનો પરિવાર સાથે છે.

સનોજ મિશ્રા

સનોજ મિશ્રાએ કહ્યું કે, મારી ટીમના ચાર લોકો પણ ત્યાં હાજર છે. મોનાલિસાને કોણ તાલીમ આપી રહ્યા છે. હું તેને અભિનય શીખવી રહ્યો છું. હાલ અમે તેમની ભાષા પર કામ કરી રહ્યા છીએ.

કેટલી રકમ ખર્ચે છે?

સનોજ મિશ્રાએ કહ્યું કે, મોનાલિસાને રોલ માટે રું 21 લાખ રૂપિયા ફી ચૂકવવામાં આવશે.

મોનાલિસાની ઉંમર?

સનોજ મિશ્રાએ કહ્યું કે, મોનાલિસાની ઉંમર હાલમાં સાડા 15 વર્ષની છે.તેઓ નિર્દોષ લોકો છે.

ફિલ્મનું બજેટ કેટલું છે?

દિગ્દર્શકે કહ્યું કે, આ ફિલ્મ 10 કરોડ રૂપિયામાં બનશે અને વર્ષ 2025માં જ રિલીઝ થશે.

મોટા સ્ટાર કેમ નથી?

સનોજે કહ્યું કે, બોલિવૂડના લોકો સત્યથી દૂર ભાગી જાય છે તેથી તેમની ફિલ્મોમાં મોટા સ્ટાર્સ જોવા મળતા નથી.

વાંચતા રહો

મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Monalisa New Look: મહાકુંભની મોનાલિસાનો નવો લુક જોવા ચાહકો ઉમટી પડ્યા, તમે પણ રહી જશો દંગ