પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માળા વેચનારી મોનાલિસાની કિસ્મત હવે ચમકવા જઈ રહી છે.
વાયરલ ગર્લ મોનાલિસા હવે હીરોઈન બનવા જઈ રહી છે, જેના માટે તે અથાક મહેનત પણ કરી રહી છે. મોનાલિસા માત્ર એક્ટિંગ જ નથી શીખી રહી, પરંતુ તે પોતાના અભ્યાસ પર પણ પુરુ ધ્યાન આપી રહી છે.
મોનાલિસા ટૂંક સમયમાં જ ડિરેક્ટર સનોજ મિશ્રાની ફિલ્મ 'ધી ડાયરી ઑફ મણિપુર'માં જોવા મળશે. જેના માટે મોનાલિસા હિન્દી કક્કો શીખી શકે તે ખાતર ઘરમાં એક ચાર્ટ પણ લગાવ્યો છે. જેથી તે અક્ષરોને ઓળખી શકે.
મોનાલિસાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પોતાના ગુરુજી પાસેથી કક્કો શીખી રહી છે. દીવાલ પર કક્કા-બારાખડીનો ચાર્ટ લગાવેલો છે, જ્યારે ગુરુજીના કહેવાથી મોનાલિસા તેમાંથી એક પછી એક અક્ષરો ઓળખી બતાવે છે.
અત્યાર સુધી મોનાલિસાનું જીવન ગરીબીમાં જ વીત્યું છે. જો કે મહાકુંભમાં વાયરલ થયા બાદ તેની જિંદગી બદલાવવા જઈ રહી છે. તે અનેક ઈવેન્ટ્સનો ભાગ બની રહી છે.
ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ જણાવ્યું કે, તેઓ મોનાલિસાને પુરી રીતે ટ્રેનિંગ આપ્યા બાદ ધમાકેદાર રીતે લૉન્ચ કરવા માંગે છે. જેથી બીજા કોઈ તેની કાબેલિયત પર આંગળી ના ચિંધી શકે.