મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનું વિધાન છે. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
બિલિપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, આવો જાણીએ શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શિવલિંગ પર હંમેશા ત્રણ પત્તાવાળું બિલિપત્ર જ ચઢાવો.
ભગવાન શિવને બિલિપત્ર ચઢાવતા સમયે આ બાબતનું હંમેશા ધ્યાન રાખવું કે બિલિપત્ર ક્યાયથી પણ ફાટેલુ ન હોય અથવા તેમાં કોઇ કાણુ ન હોય.
બિલિપત્ર ચઢાવતા સમયે હંમેશા મંત્રોનો જાપ કરો. કોઈ મંત્ર ન આવડે તો ઓમ નમ: શિવાયના જાપ કરવા.
જ્યારે પણ તમે ભગવાન શિવને બિલિપત્ર અર્પણ કરો ત્યારે પહેલા શિવલિંગ પર જળ જરુરથી ચઢાવો.
શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતા સમયે હંમેશા અનામિકા, મધ્યમા અને અંગૂઠાનો ઉપયોગ કરવો જોઇએ.