અભિનેત્રી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત 58 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યુવાન દેખાય છે. અભિનેત્રીનો દરેક લુક અદભુત છે.
માધુરીના લુક્સ માધુરી દીક્ષિત વેસ્ટર્ન કરતાં પરંપરાગત પોશાકમાં વધુ ખૂબસૂરત લાગે છે. અભિનેત્રી પાસે સાડીઓનું શાનદાર કલેક્શન છે. જેને તમે ફોલો કરી શકો છો.
ગ્રીન કલરની હેવી બોર્ડર સાડીમાં માધુરી અત્યંત ખાસ લાગી રહી છે. તમે આવી સાડી પહેરીને સુંદર લાગશો.
જૉર્જેટ ફેબ્રિકની સાડીઓ ઘણી હળવી અને મુલાયમ હોય છે. તમે માધુરીની આ સાડી ડેઈલી વેર માટે પસંદ કરી શકો છો.
જો તમે નાઈટ પાર્ટીમાં શાનદાર દેખાવા માંગો છો તો અભિનેત્રીની જેમ જ શિમરી સાડી પહેરીને જલવો બતાવો.
સાડીમાં રોયલ લુક મેળવવા માટે સિલ્ક સાડી થી ઉત્તમ કદાચ કશું જ નથી. તેની સાથે ફૂલ સ્લીવ બ્લાઉઝ સ્ટાઇલ કરો.
માધુરીએ સાડીને મોર્ડન ટચ આપવા માટે સાડી સાથે બેલ્ટ લગાવ્યો છે. તમે પણ આવી બેલ્ટ સાડી તમારા વોર્ડરોબમાં સામેલ કરો.