માં સરસ્વતીના નામ ઉપરથી રાખો તમારી રાજકુમારીનુ નામ


By Prince Solanki13, Jan 2024 06:35 PMgujaratijagran.com

માં સરસ્વતીનુ નામ

દરેક માતાપિતા એવુ ઈચ્છતા હોય છે કે તેમના બાળકનુ નામ યુનિક અને કોઈ દેવી દેવતાઓના નામ પર હોય. તો ચલો જાણીએ કે તમે માં સરસ્વતીના નામથી તમારી દીકરીનુ નામ ક્યુ રાખી શકો છો.

આયરા

તમે તમારી નાની પરીનુ નામ આયરા રાખી શકો છો. આયરા નામનો અર્થ માં સરસ્વતીના નામ પરથી છે. તેનો એક અર્થ પૃથ્વી પણ છે.

અક્ષરા

દેવી સરસ્વતીના નામ પરથી તમે તમારી લાડલીનુ નામ અક્ષરા પણ રાખી શકો છો. અક્ષરા નામનો અર્થ અક્ષર થાય છે.

બાની

બાની એકદમ યુનિક અને સુંદર નામ છે. બાનીના નામનો અર્થ માં સરસ્વતી થાય છે. તમારી દીકરી માટે બાની નામ એકદમ પરફેક્ટ અને ક્યૂટ છે.

અયાના

અયાના નામનો અર્થ સુંદર પુષ્પ અને માસુમ થાય છે. અયાના નામ પણ માં સરસ્વતીના નામો માથી જ એક નામ છે.

હંસિની

આ નામ ખૂબ જ સુંદર અને ક્યૂટ નામ છે. તેનો અર્થ થાય છે હંસની સવારી કરનાર માં સરસ્વતી.

કાવ્યા

કાવ્યા નામથી જ ખબર પડે છે કે તેનો અર્થ કવિતાથી છે. કાવ્યા પણ માં સરસ્વતીનુ જ એક નામ છે. તમે તમારી દીકરીનુ નામ કાવ્યા રાખી શકો છો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

છોડમા હળદર નાખવાથી શુ થાય છે? જાણી લો