ફેફસાં શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે, જે આપણને ઓક્સિજન મેળવવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવામાં મદદ કરે છે.
ફેફસાંમાં સોજાને ન્યુમોનિટિસ કહેવાય છે. આ સ્થિતિમાં ફેફસાંના પેશીઓમાં (Tissues) બળતરા થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને થાક લાગે છે.
ફેફસાના સોજાથી શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે વ્યક્તિ હંમેશા થાકનો અહેસાસ રહે છે. હળવી મહેનત કરવાથી પણ શરીર જલ્દી થાકી જાય છે
આ સ્થિતિમાં વ્યક્તિને ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છાતી ભારે થઈ જવા સાથે ગૂંગળામણનો અહેસાસ થાય છે, જેનાથી વ્યક્તિ બેચેન બને છે.
ફેફસાંમાં સોજાના કારણે ખાંસી લાંબા સમય સુધી રહી શકે છે. તેની સાથે કફ આવે છે અને ક્યારેક લોહી પણ નીકળી શકે છે, જે એક ગંભીર સંકેત છે.
ફેફસામાં સોજો આવે, ત્યારે ઘણીવાર દર્દીને અચાનક ઠંડી લાગવી, ધ્રુજારી અને છાતીમાં ભારેપણું અનુભવાય છે. વ્યક્તિને વધારે હવાની જરૂરિયાત અનુભવાય છે.
સ્મોકિંગ, પ્રદૂષણ અને આલ્કોહોલથી દૂર રહો. પૌષ્ટિક આહાર લો. પૂરતું પાણી પીવો. યોગ કરો. ધૂળ કે ગેસવાળી જગ્યાઓ પર માસ્ક પહેરીને જાઓ
ફેફસામાં સોજાના લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો વિલંબ કરવામાં આવે, તો સ્થિતિ વધારે ગંભીર બની શકે છે. કોઈપણ ઘરગથ્થુ ઉપાય તબીબની સલાહ વિના ના કરવા જોઈએ.