તાજેતરમાં અમરેલીના બગસરામાં બીજા ધોરણમાં ભણતી 9 વર્ષી નફિસાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસના અંતે તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જણાવ્યું છે. એવામાં સ્વાભાવિક એક સવાલ અચૂક થાય કે, શું બાળકોને પણ હાર્ટ એટેક આવવો સામાન્ય થઈ ગયું છે? તો ચાલો તેના કેટલાક કારણો વિશે જાણીએ..
કેટલાક બાળકોનું હ્રદય જન્મથી જ પુરી રીતે વિકસિત નથી હોતું. આવા કિસ્સાઓમાં જ્યારે હાર્ટ પણ વધારે દબાણ પડે છે, જેના પરિણામે હ્રદય રોગનો હુમલો આવી શકે છે.
ક્યારેક-ક્યારેક વાયરલ કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન પણ હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી હ્રદયની માંસપેશિઓ નબળી પડી જાય છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
ફાસ્ટફૂડ, મોટાપો અને બેઠાડું જીવનશૈલીના કારણે પણ બાળકોનું હ્રદય નબળું પડી રહ્યું છે. આવી આદતો ધીમે-ધીમે હાર્ટ એટેકનો ખતરો વધારે છે.
જો પરિવારમાં કોઈને હાર્ટ ડિસીઝની હીસ્ટ્રી રહી હોય, તો બાળકોને પણ તેનો ખતરો વધી જતો હોય છે.આવી સ્થિતિમાં સમયસર સારવાર જરૂરી થઈ જાય છે.
મેડિકલ ન્યૂઝ ટુડેની એક સ્ટડી અનુસાર, બાળકોને હાર્ટએટેક આવવો દુર્લભ છે, પરંતુ આ અશક્ય તો નથી જ. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે, જે ચિંતાનું કારણ બન્યા છે.
બાળકોમાં હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો અચૂક જોવા મળે છે. જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને થાક વગેરે. આ સિવાય ઉલટી પણ એક સંકેત હોઈ શકે છે.
સંતુલિત ડાયટ, એક્સરસાઈઝ અને નિયમિત હેલ્થ ચેકઅપની મદદથી તમે બાળકોના હાર્ટને હેલ્ધી રાખી શકો છો. આ સાથે જ સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવો જોઈએ.